સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબીના નાની વાવડી ગામનો યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું

મોરબીના નાની વાવડી ગામના યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમીયાન મોથ થતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
મોરબીના નાની વાવડી ગામના સંતકબીર વાટિકાના રહેવાસી રાકેશભાઈ કાન્તિલાલ વ્યાસ (ઉ.વ.૩૦) નામના યુવાન પોતાના ઘરે ઝેરી દવા મોનોકોટો પી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું સારવાર દરમીયાન મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચાલાવી છે

(9:05 pm IST)