સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જેતપુરમાં દારૂના ત્રણ દરોડાઃ ૧૬૯ બોટલ સાથે સાત શખ્સો પકડાયા

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા. ૧૧: જેતપુર શહેર અને તાલુકા પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે ધોંસ બોલાવી અલગ-અલગ ત્રણ રેઇડમાં ૧૬૯ બોટલ દારૂના જથ્થા સાથે ૭ શખ્સોને ઝડપી લીધા હતા.

દારૂની બદલી દુર કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી ડીવાયએસપી જે. એમ. ભરવાડના માર્ગદર્શન હેઠળ સીટી પી.આઇ. વી. કે. પટેલ પી.એસ.આઇ. એસ. આર. ખરાડી એ સ્ટાફના સમીરભાઇ બારોટ પ્રતિપાલસિંહવાળા, રામજીભાઇ ગરેજા એ ગત રાત્રીના રબારીકા રોડ ઉદ્યોગનગરમાં આવેલ સાડીનું કારખાનું રાધારમણમાં દારૂ અંગેની રેડ કરતા ઇંગ્લીશ બનાવટના જુદી જુદી બ્રાન્ડનો દારૂ બોટલ નંગ-૧૦૮ કિ. રૂ. ૩ર,૪૦૦નો મળી આવતા પોલીસે ઇંગ્લીશ દારૂ તેમજ વર્ના કાર નં. જીજે-૧૦-એસી-૧૦પ૯ કિં. રૂ. ૧.પ૦ લાખના મુદામાલ સાથે રાજેશ ઉર્ફે ભીખો બીલેશ્વર પ્રજાપતી, રવી યશવંતગીરી ગૌસ્વામી તથા સુનીલ શુરેલ ચૌધરી (રહે. તમામ (દરજી સોસા.નવાગઢ)ની ધરપકડ કરી દારૂ અંગે પુછપરછ કરવા આ દારૂ તાલુકાના ગુંદાળા ગામના નવનીત ઉર્ફે લાલો બાબુ શીંગાળાના કહેવાથી રાખેલ હોવાનું જણાવેલ હતું.

અન્ય રેડમાં ઉપરોકત પોલીસ સ્ટાફે ધોરાજી રોડ પર પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન કેનાલ કાંઠે શંકાસ્પદ હાલતમાં ૩ શખ્સો ઉભા હોય તેની તલાશી લેતા તેના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-પ કિં. રૂ. ૧પ,૦૦૦નો મળી આવતા ત્રણેય શખ્સોની દારૂ સાથે ધરપકડ કરી આ દારૂ નવનીત ઉર્ફે લાલો બાબુ શીંગાળા (રહે. ગુંદાળા) નો હોવાનું જણાવતા પોલીસે કપીલ ઉર્ફે ટીનો દયારામ નિમાવત, મેહુલ દિલીપભાઇ બારોટ રે. જુનાગઢ તથા વિશાલ કિશોરભાઇ લખધીર રે. નવાગઢની ધરપકડ કરી હતી.

તેમજ તાલુકા પી.એસ.આઇ. એસ. વી. ગોજીયાએ સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, વિજયસિંહ, રાજુભાઇ આમળા, નીલેષભાઇ ડાંગર, રાજુભાઇ મકવાણા, રવિરાજસિંહ ઝાલાને સાથે રાખી ચોકીધાર ચેક પોસ્ટ પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે જુનાગઢ તરફથી આવતી ઇકો કાર શંકાસ્પદ લાગતા તેને રોકતા તે પોલીસને જોઇ નાસી છુટતા પોલીસે તેનો પીછો કરતા ધોરાજી રોડ પર કાર મારી મુકેલ ત્યાં કાર રસ્તા પરથી નીચે ઉતરી જતા કાર રેઢી મુકી નાસી છુટેલ પોલીસે કારની તલાસી લેતાં તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ પ૬ કિ. રૂ. ૧૬,૮૦૦નો મળી આવેલ પરંતુ કાર રોડની નીચે ઉતરી જતા કારમાં દારૂની બોટલોમાંથી ૧૬ બોટલ ફુટી ગયેલ. જેથી પોલીસે દારૂની બોટલો ઇકો કાર નં. જીજે-૩-બીઆર-પ૦૩૯ મળી કુલ રૂ. ૧,૬૬,૮૦૦નો મુદામાલ કબજે કરી કાર માલીકની શોધખોળ હાથ ધરી છે.

(2:21 pm IST)