સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કામકાજ ફરી ધમધમતું થયું

જુનાગઢ તા. ૧૧ : જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એક વેપારી પેઢી કાચી પડતા ઘણા વેપારી મિત્રોના નાણા ફસાતા વેપાર ધંધા ઉપર ઘણી માઠી અસર પડતા વેપારીઓએ તેમના વેપાર ધંધા આ બાબતે ચર્ચા વિચારણા કરવા બંધ રાખેલ હતા જેથી ખેડુતોના માલનો નિકાલ ન થતાં  યાર્ડમાં માલનો ભરાવો થવા લાગેલ હતો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શનીવારના રોજ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરા, વાઇસ ચેરમેન નટુભાઇ પટોળીયા અને વેપારી એસોશીએશનના હોદ્ેદારો સાથે મીટીંગ યોજાઇ એ દરમ્યાન જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ અને લોક પ્રતિનિધી કિરીટભાઇ પટેલ પણ આ બાબતે સતર્ક હતા અને સોમવારના રોજ યાર્ડના વેપારી મિત્રો સાથે તાત્કાલીક મીટીગનું આયોજન કરેલ  આ મીટીંગમાં પૂર્વ ચેરમેન વિનુભાઇ હપાણી, વાઇસ ચેરમેન નટુભાઇ પટોળીયા અનેવેપારી એસોસીએશનના હોદેદારો સાથે આ બાબતે ગહન ચર્ચા વિચારણા કરી અને માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. તેમજ વેપારી કામકાજ શરૂ કરી દેવાનું નકકી  થયું એ મુજબ મંગળવારના ૯ વાગ્યાથી  માર્કેટીંગ યાર્ડ જુનાગઢ રાબેતા મુજબ ધમધમતું થશે અને બંધ રાખવામાં  આવેલ માલની આવક પણ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે એમ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી  પી.એસ.ગજેરાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

(2:20 pm IST)