ચોટીલાના નવાગામની સીમમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી યુવતીની લાશ મળી
ચોટીલા તા. ૧૧: ચોટીલાના નવાગામની સીમમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી યુવતીની લાશ મળતા ચકચાર
સાડી વડે બે લોકોએ ફાસો ખાધેલના ગાળીયા મળતા પ્રેમ પ્રકરણની આશંકા ચોટીલાના નવાગામ નાં સીમ વિસ્તારમાં વાડીમાં આવેલ વડના ઝાડ સાથે વહેલી સવારે એક યુવતીની લટકતી લાશ હોવાની જાણ થતા પોલીસ દ્યટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે
વિગત મુજબ ચોટીલાનાં નવાગામની સીમમાં આવેલ વાડીમાં આશરે ૧૮ વર્ષ ની યુવતીની વડના ઝાડ સાથે સાડીના છેડે ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં મૃતદેહ મળી આવેલ છે.સ્થળ ઉપર થી પોલીસને એક યુવતીના ચપ્પલ અને યુવકના બુટ અને એક ડ્રેસનો દુપટ્ટો મળી આવેલ છે તેમજ જે સાડી વડે ફાસો ખાધેલ છે તેના બંન્ને તરફના છેડે ગાળીયા છે જેથી મરનાર એક યુવતી નહી પરંતુ સાથે યુવક પણ લટકાયેલ હોવાની અને તે બચીને નાસી છુટયાની પ્રબળ આશંકા ઉપજી રહી છે
ત્યારે અણસમજુ ઉમરે પાંગરેલ પ્રેમમાં અંધ બનતા આજના ટીન એજ આવાજ કંઈક સંબંધમાં ન ભરવાનું પગલુ ભરી બેસેલ હોવાનું પણ કહેવાય છે
પીએસઆઇ એચ એલ ઠાકર બીટ જમાદાર દેવાભાઇ રબારી એ મામલતદાર સમક્ષ સ્થળ પંચનામુ કરી મોતનું કારણ જાણવા પીએમ માટે લાશને ખસેડેલ છેઙ્ગ
મરનાર યુવતી કોણ અને કયાંની છે તેમજ યુવકના બુટ અને સાડીના છેડે બિજા ગાળીયાને લઈને તપાસ હાથ ધરી છે બનાવ સંદર્ભે સ્થાનિક લોકોની પણ પુછપરછ હાથ ધરી બનાવનો ભેદ ઉકેલવા પોલીસ કમર કસી રહી છે.