સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

રાજકોટમાં પોલીસ જપ્તામાંથી નાસી છુટેલા આરોપીને મોરબી પોલીસે ઝડપી લીધો

પડધરીના લુંટના ગુન્હામાં પકડાયેલ જેસિંગ ચૌહાણ બસ સ્ટેન્ડમાંથી કુદરતી હાજતે જવાનું કહી દિવાલ ટપી નાસી છુટ્યો' તો

તસ્વીરમાં પકડાયેલા આરોપી (નીચે બેઠેલ)સાથે એડિવીઝન પોલીસ સ્ટાફ નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી, તા.૧૧: રાજકોટમાં ગઇકાલે પોલીસ જપ્તમાંથી નાસી છુટી આરોપીને મોરબી પોલીસે દબોચી લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાદ્યેલા અને ડી.વાય.એસ.પી બન્નો જોષીની સૂચનાથી કન્ટ્રોલમાંથી મેસજ મળેલ કે પડધરી જયુડિશિયલ કોર્ટમાં લૂંટના ગુનામા આવેલ વજેસિંગ  રાજુસિંઘ ચૌહાણ ( ઉ.વ.૩૦) રહે રલણલપુર વાળો મુદત પૂરી કરી એસ.ટી. બસ દ્વારાઙ્ગ પરત જતો હતો ત્યારે રાજકોટ બસ સ્ટેન્ડમાંથી કુદરતી હાજતે જવાનું કહી ત્યાંથી દીવાલ ટપી નાસી ગયેલ આરોપી મોરબીના સિલ્વર પાર્ક સોસાયટીમાં હોવાની બાતમી મળતા એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એડીવીઝન પી.એસ.આઈ એમ.વી.પટેલ , રસિકભાઈ પટેલ, મણિલાલ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા,શકિતસિંહ ઝાલા,શેખાભાઈ રબારી, રણજીતભાઈ ગઢવી, નિર્મલસિંહ જાડેજા ,ભરતભાઇ ખાભરા અને અજીતસિંહ પરમાર સહિતના સ્ટાફે ત્યાં ચેક કરતા એક શખ્સ હાથમાં હઠકડી સાથે મળી આવતા તેને ચેક કરતાં તે રાજકોટમાંથી નાસી ગયેલ આરોપી હોવાથી તેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:15 pm IST)