સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

હાલાર હુંડાના ૬૪ ગામોના જૈન પરિવારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ

જામનગર તા.૧૧ : હાલારના હુંડાના ૬૪ ગામના વિશાશ્રીમાળી જૈન પરિવારે જયાં પણ રહેતા હોય તેના સંતાનોને સ્કોલરશીપ આપતી શ્રી ગો.ડા.શાહ વિદ્યાત્તેજક સંસ્થા જામનગરના સ્કોલરશીપના ફોર્મ તા.૧પ મી જૂન થી જામનગર અને રાજકોટ ખાતેથી મળી શકશે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવીને જરૂરી આધારો સાથે તા. ૩૧ જૂલાઇ સુધીમાં પરત કરવામાં રહેશે.

આ વર્ષથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સ્કોલરશીપની રકમ વધારીને રીઝલ્ટની ટકાવારી મુજબ રૂ. ૩ હજાર થી પાંચ હજાર સુધી અપાશે. તેવી જ રીતે હાયર એજયુકેશન માટે લોન સ્કોલરશીપના ફોર્મ રાજકોટમાં વૈભવ એન્ટરપ્રાઇઝ ૬ મનહરપ્લોટ કોર્નર મંગળારોડ મો. ૯૮૨૪૨ ૩૪૩૧૧ તેમજ જામનગરમાં કોઠારી ઇન્ફોસીસ ૨૦૧ સુષ્ટી કોમ્પલેક્ષ ગુરૂદ્વારા પાસે (મો. ૯૯૨૫૫ ૬૭૬૮૮ તથા ૭૬૦૦૩ ૨૦૦૨૩) જામનગર ખાતેથી સવારે ૧૦ થી ૧૨ સુધી મળી શકશે તેમ સંસ્થાના સેક્રેટરી મહેન્દ્રભાઇ શેઠની યાદીમાં જણાવાયુ છે.

(2:06 pm IST)