સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જામનગર જિલ્લાના ૧૯ ગામ અને ૫૩ પરા વિસ્તારમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૧૭૭ ટેન્કરના ફેરા દ્વારા પાણી વિતરણ

જામનગર, તા.૧૧: જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્ચાર્જ કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે અને ઘાસની જરૂરીયાત અને તેના જથ્થા તેમજ ગોડાઉન અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

જામનગર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૮૫, સ્વતંત્ર સોર્સ દ્વારા ૦૯, ટેન્કર દ્વારા ૪ ગામ/ ૨૧ પરા તેમ કુલ ૯૮ ગામ/પરાઓને, લાલપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૮, સ્વતંત્ર સોર્સ દ્વારા ૦૯, ટેન્કર દ્વારા ૬ ગામ/ ૧૫ પરા એમ કુલ ૭૩ ગામ/પરાઓને, ધ્રોલ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૧૫, જુથ યોજના દ્વારા ૨૫, સ્વતંત્ર સોર્સ દ્વારા ૧, ટેન્કર દ્વારા ૨ પરા એમ કુલ ૪૧ ગામ/પરાઓને, જોડીયા તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૪૯, સ્વતંત્ર સોર્સ દ્વારા ૨, ટેન્કર દ્વારા ૧ ગામ/ ૪ પરા એમ કુલ ૫૨ ગામ/પરાઓને, કાલાવડ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૬૯, સ્વતંત્ર સોર્સ દ્વારા ૨૫, ટેન્કર દ્વારા ૪ ગામ/ ૭ પરા એમ કુલ ૯૮ ગામ/પરાઓને, જામજોધપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા ૫૪, સ્વતંત્ર સોર્સ દ્વારા ૧૧, ટેન્કર દ્વારા ૪ ગામ/ ૪ પરા એમ કુલ ૬૯ ગામ/પરાઓને, જામનગર જિલ્લાના તાલુકાઓમાં નર્મદા પાઈપલાઈન દ્વારા કુલ ૩૩૦, જુથ યોજના દ્વારા કુલ ૨૫, સ્વતંત્ર સ્ત્રોત દ્વારા કુલ ૫૭, ટેન્કર દ્વારા ૧૯ ગામ/ ૫૩ પરા એમ કુલ ૪૩૧ ગામ અને પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદા માંથી ૬૦.૫૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૫.૫૦ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી ૨.૫૦ એમ.એલ.ડી. આમ કુલ ૬૮.૫૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જયારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત ૧૧૮.૨૦ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી ૬૪.૧૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૬૧ એમ.એલ.ડી. આમ કુલ ૧૨૫.૧૦ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ ૧૯ ગામ અને ૫૩ પરા વિસ્તારમાં ૧૦,૦૦૦ લીટરના કુલ ૧૭૭ ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેકટરશ્રી યોગેશ ચૌધરી, ડી.વાય.એસ.પી.શ્રી સૈયદ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી કોટા, વિવિધ વિસ્તારના પ્રપ્રપ્રઉંડજીક્નત્નદ્બ અધિકારીઓ અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:04 pm IST)