સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જામનગર મહાનગરપાલીકા ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને શહેરી શાળા પ્રવેશોત્સવની બેઠક જામનગર

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૯ અંતર્ગત આગામી તા.૧૫ જુન ૨૦૧૯ના રોજ શહેરી શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જામનગર શહેરમાં સમાવિષ્ટ માધ્યમિક શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા મળીને કુલ ૮૨ શાળા તેમજ ૨૯૭ આંગણવાડીઓ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા  પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જેમાં નવા બાળકોના કુમ કુમ તિલક કરી નામાંકન, કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા, બાળકોને શિક્ષણ કિટ વિતરણ વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.                આ અંગે જામનગર મહાનગરપાલીકાના કોન્ફરન્સ હોલ ખાતે ડેપ્યુટી કમિશનરશ્રી કુંભારાણાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવેલુ હતું. તેમાં કન્યા કેળવણી મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ ૨૦૧૯ અંતર્ગત કાર્યક્રમના આગોતરા આયોજનમાં કોઈ કચાસ ન રહે તેની ખાસ તકેદારી રાખવા સુચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન, નિયુકત થયેલ લાયઝન સી.આર.સી. અને બી.આર.સી. તેમજ મહાનગરપાલીકાના પધાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

(2:04 pm IST)