સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જામનગર શહેરના વિવિધ વોર્ડમાં અંદાજીત રૂ. ૪૬.૪૫ લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત

જામનગર વોર્ડનં.૧૧માં ગુલાબનગર વૃંદાવન ધામ-૨, ચામુંડા માતાજી મંદિર પાસે અંદાજીત રૂ.૨ લાખના ખર્ચે સી.સી.બ્લોક, ગુલાબનગર હુશેની ચોક, નાગાણી ચોકમાં અંદાજીત રૂ. ૫.૫૨ લાખના ખર્ચે સી.સી.બ્લોક, ગુલાબનગર હુશેની ચોક પાસે યાકુબભાઈના દ્યર પાસે અંદાજીત રૂ. ૩.૯૮ લાખના ખર્ચે સી.સી.બ્લોક, રાધેકૃષ્ણ પાર્ક, સહીદી હુશેની ચોકમાં અંદાજીત રૂ. ૫.૧૪ લાખના ખર્ચે સી.સી. બ્લોક, વોર્ડ નં.૧૨માં કાલાવડ રોડ પર, કલ્યાણ સોસાયટીમાં અંદાજીત રૂ.૧૫.૬૦ લાખના ખર્ચે સી.સી.રોડ, વોર્ડ નં.૧૬માં રણજીત સાગર રોડ, મ્યુનિ.સ્કુલ પાસે(નિલગીરી દરેડ) અંદાજીત રૂ. ૪.૮૬ લાખના ખર્ચે સી.સી.રોડ, દરેડ ગામ પાસે માલધારી હોટલની બાજુની શેરીમાં અંદાજીત રૂ. ૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડ એમ કુલ અંદાજીત  રૂ. ૪૬.૪૫ લાખના  ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન કરવામાં આવેલ હતા અને નીલગીરી દરેડની મ્યુ.સ્કુલમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાઇ હતી.   આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલીકાના સ્ટેંડીંગ ચેરમેનશ્રી સુભાષ જોષી, શહેરના વિવિધ વોર્ડોના કોર્પોરેટરો તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

(2:03 pm IST)