સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામોને એલર્ટ : મહુવા અને તળાજાના 17થી વધુ ગામ પર તંત્રની દેખરેખ

અલંગના શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ: મજુરોને અને સલામત સ્થળે ખસેડવાપૂરતી તૈયારી

અમદાવાદ : વાયુ' વાવાઝોડાને પગલે ભાવનગરના દરિયા કાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ તંત્ર નજર રાખી રહ્યું છે. આ માટે NDRF ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે, તેમજ અલંગના શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના ઝોખમને પગલે મજુરોને વ્યવસ્થિત અને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે

 . રજા પર ગયેલા કલેકટરની રજા પણ રદ કરવામાં આવી છે, તેઓ ફરજ પર હાજર થઈ ગયા છે. જિલ્લામાં ડીઝાસ્ટર રૂમ કાર્યકર કરાયો છે તેમજ દરિયાકાંઠાના સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

(12:57 pm IST)