સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ગિરનાર રોપવેનું કામ ૭૦ ટકા પૂર્ણ, માલવાહક રોપવે પુરજોશમાં કાર્યરત

જુનાગઢ તા ૧૧ : જુનાગઢ શહેરને વિશાળ પ્રવાસધામનો દરજ્જો અપાવનારી ગિરનાર પર્વત ઉપરની રોપ-વે-યોજનાનું ૭૦  ટકા કામ પુરૂ થયું છે અને ટુંક સમયમાંજ તેની ટ્રાયલ શરૂ કરી દેવાશે.

આ યોજનાના સુત્રોએ જણાવ્યું હતું કે પહાડ ઉપર આ યોજનાનો માલસામાન લઇ જવા માટેમાલવાહક રોપ-વે પુરજોશમાં કાર્યરત છે. કામગીરી માટે વજનદાર ટ્રેકટરનેરોપ-વે દ્વારા ઉપર લઇ જવામાં આવ્યું હતું, ત્યારબાદ બે ટન વજનના ટ્રેકટરને ૧૨૦૦ પગથીયે લઇ જવામાં આવ્યું હતું. ગિરનાર તળેટીથી અંબાજીના શીખર સુધી આ યોજના કાર્યરત થવાની છે.

(12:18 pm IST)