સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ટીંબડી જૈન મિત્ર મંડળ નિર્મિત ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલ શાળાનું લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા, તા.૧૧ :  ખંભાળીયા તાલુકાના ટીંબડી ગામે માતૃશ્રી પુરીબેન મેપા કરમણ ગડા પરીવાર દ્વારા ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલ શાળાનું લોકાર્પણ મંત્રીશ્રી દ્યર્મેન્દ્વસિંહ જાડેજાએ રિબિન કાપીને કર્યું હતું.

આ તકે મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ લોકોને સંબોધતા જણાવ્યું કે,  ભારત દેશની સમૃદ્વિનો આધાર ગામડાંઓની સમૃદ્વિ પર છે જો ગામડાઓ સમૃદ્વ બને તો જ પ્રદેશ, રાજય, અને દેશ સમૃદ્વિનો બને. દરેક મનુશ્યનો અવતાર જીવનું જતન કરવા માટે મળે છે જે આજે મહાજન સમાજ કરે છે. જયારે આ સમાજમાં દયા અને ભાવના હોય તો જ આવા દાતાઓ કાર્ય કરી શકતા હોય છે અને આ એકવીસમી સદીમાં શિક્ષણએ ખૂબજ જરૂરી છે. ટીંબડી ગામના બાળકો આ શાળામાં ભણી-ગણી આગળ વધે તેવી શુભેચ્છા આપી હતી. આ મહાજન પરીવાર દ્વારા અધતન બિંલ્ડીંગ અને ભૂમિ દાનમાં આપે છે તેમને રાજય સરકાર વતી અભિનંદન આપ્યા હતા.

આ અદ્યતન શાળામાં ૧ થી ૮ ધોરણના બાળકો ભણી કરશે. આા શાળાના બિલ્ડીંગના મુખ્ય દાતાશ્રી માતૃશ્રી પુરીબેન મેપા કરમણ ગડા પરીવાર છે. જેમાં ભુમીના દાતાશ્રી કચરા પુંજા ગડા, કરમણ કારા ગડા, ખીમા કારા ગડા લખમણ કારા ગડા, હેમરાજ લાધા ગડા, ભારમલ કરમશી ગડા, પ્રેમચંદ રાયશી ગડા અને સુભાષ રામજી ગડા છે. અને શાળાના રૂમના દાતા માતૃશ્રી કસ્તુરબેન જેઠાલાલ લખમણ ગડા, માતૃશ્રી મણીબેન કાનજી પુંજા સુમરીયા, માતૃશ્રી મોતીબેન પ્રેમચંદ લખમણ ગડા, વિર રાજેશ ગડાના સ્મરણાર્થે માતૃશ્રી શાંતાબેન ઝવેરચંદ ફુલચંદ ગડા, માતૃશ્રી લલીતતાબેન કેશવલાલ મેપા હરીયા, માતૃશ્રી મણીબેન વેલજી જીવરાજ ગડા, માતૃશ્રી કંકુબેન કચરા પુંજા ગડા અને રાજપાળ ખીમજી ગડા છે. આર.ઓ.પ્લાન્ટના દાતાશ્રી માતૃશ્રી જયાબેન વાગજી કચરા ગડા પરીવાર છે. તેમજ મેઇન ગેટના દાતાશ્રી માતૃશ્રી પુરીબેન જેઠાલાલ હિરા સુમરીયા છે.

ટીંબડી ગામના સરપંચે મંત્રીશ્રીને હાલારી પાઘડી પેરાવી, શૂરવીરતાનું પ્રતિક તલવાર અને દ્વારકાધીશનો ફોટો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. અને તેમની સાથે સાથે શાળાના મુખ્ય દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ.

આ લોકાર્પણના કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી બહાદુરસિંહ વાઢેર અને સી.આર.જાડેજા, જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, આજુ બાજુ ગામના સરપંચશ્રીઓ/પદાધિકારીશ્રીઓ, મહાજન સમાજના મૂંબઇથી આવેલ આશરે ૩૦૦ ભાઇ-બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીંબડી ગામના સરપંચશ્રી રમેશસિંહ જાડેજા, ઉપસરપંચ પ્રતાપસિંહ જાડેજા, માજી સરપંચશ્રી મહાવિરસિંહ સોઢા અને કિશોરસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

(12:18 pm IST)