સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

કાલાવડમાં કપુરીયા આર્ટસ કોલેજમાં ધારાસભ્ય રાઘવજીભાઇનુ સન્માન

કાલાવાડ તા. ૧૧: ડી.કે.કપુરીયા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના ટ્રસ્ટી બાબુભાઇ કપુરીયા, પ્રવિણચંદ્ર જોશી, પી.સી.મહેતા, પરસોતમભાઇ વાદી, કેશુભાઇ પટેલ તથા કોલેજના પ્રિન્સીપાલ એન.કે.ઢોલરીયા, નરેશભાઇ બસીયા, વિપુલ રાખોલીયા તથા મંજુલાબેન તળપદા તથા સ્ટાફ દ્વારા સંસ્થા પ્રમુખ રાઘવજીભાઇ પટેલ જામનગર ગ્રામ્ય વિસ્તારમાથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવતા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી, કોલેજનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(12:14 pm IST)