સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

કુંકાવાવનું તાલુકા લેવલ શુન્યાવકાશ પ્રાથમિક સુવિધાથી લોકો વંચીત

સતાની ઘંટીના બે પડમાં પીસાતી કુંકાવાવ તાલુકાની પ્રજા

કુંકાવાવ તા.૧૧ : કુંકાવાવ અમરેલી જીલ્લાનું આ અનોખુ તાલુકા લેવલ છે. કદાચ ગુજરાત આખામાં પણ અનોખું સ્થાન ધરાવતુ આ તાલુકા લેવલ હોય તો પણ નવાઇ નહી. અમરેલી જીલ્લાનો વડીયા - કુંકાવાવના કુલ ૪૫ ગામો છે. જેમાં રર ગામ કુંકાવાવ તેમજ ૨૩ ગામ વડીયા નીચે આવે છે. તેમ મહત્વની ઓફીસો વડીયામથકને આપવામાં આવેલ જેમાં મામલતદાર ઓફીસ, ટ્રેજરી, કોર્ટ, પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. જયારે કુંકાવાવને ફકત એક તાલુકા પંચાયત ઓફીસ આપવામાં આવેલ હોય આવા સંજોગમાં કુંકાવાવ નીચે આવતા ગામોને સામાન્ય કામ માટે દાખલા માટે વડીયાના ફરજીયાત ધકકા ખાવા પડી રહ્યા છે. ૫૦ કે ૧૦૦ - ૧૫૦ કીમી સુધીનું અંતર આ તાલુકાના લોકોને કરવુ પડે છે. સુવિધાની જગ્યાએ દુવિધા ગ્રસ્ત તાલુકા લેવલ બનવા પામ્યુ છે. જયારે જીલ્લાના નેતાજી, અધિકારીઓ, મુક પ્રેક્ષક બની નિહાળી રહ્યા છે.

ચંુટણી સમય દરમિયાન આપેલ વચનો વર્ષો બાદ પક્ષ વિપક્ષની નેતાગીરી બાદ પણ મુળ પ્રશ્નનો ઉકેલ જનતાને મળી રહ્યો નથી સામાન્ય જનતાને હવે લાગી રહ્યુ છે કે આ તાલુકાને જંગલનો પાછલો વિસ્તાર ગણવામાં આવે કે જેથી સામાન્ય જનતાના પ્રશ્ન સુધી નેતાજી, અધિકારીઓ સુધી પહોચી શકતા ન હોય તેવુ દર્શાવી શકાય. દર વર્ષે લોકો દ્વારા સરકારી કચેરીની માંગ કરવામાં  આવે તો ૧૫ કે ૨૦ દિવસ કે એક બે મહિના લોકોને ખુશ રાખવા કોઇ સારા સાહેબ બેસાડી આપે ત્યારબાદ મુળ પરિસ્થિતિ થાય છે.

કુંકાવાવથી વડીયાનુ અંતર રપ કીમી છે જેમાં આવક જાવક તથા ૫૦ કીમી થાય દાખલામાં કોઇ એક ડોકયુમેન્ટ ભુલાય તો ૫૦ કીમી બીજુ લાગે બરાબર ૧૦૦ કીમીનુ અંતર કાપવુ રહે. કુંકાવાવથી રાજકોટ જેટલુ અંતર વડીયા મથકનું પણ અરજદાતાને કાપવુ પડે છે. પરંતુ અધિકારીઓની કુંભકરણ ચિર નિંદ્રા હજુ જાગૃત થવા પામી નથી જેથી સામાન્ય સુવિધા માટે લોકો પર ધ્યાન આપવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે.

જીવનજરૂરી રેશનકાર્ડ માટે કાર્ડ પુરવઠો ચાલુ કરાવવા ૫૦ કીમી ફરજીયાત છે. ધકકા ખાઇ કંટાળેલા કેટલાય કાર્ડ ધારકો હવે રેશનકાર્ડનો માલ સરકાર આપતી બંધ થઇ ગઇ છે. તેમ મનમનાવી બેસી રહેલ છે. સ્વતંત્ર તાલુકાને મળતી ઓફીસો કુંકાવાવમાં શરૂ થશે તેવો વિશ્વાસ પણ જનતાને ઉડી ગયો છે. જયારે નેતાજીઓ મુલાકાતે આવે ત્યારે ઠાલા વચનોથી લોકોના પ્રશ્નોની મધલાળ સાંંત્વના પાઠવે છે. હવે કુંકાવાવને કાયમી ધોરણે સરકારી ઓફીસો મળે તેવું જનતા જનાર્દન ઇચ્છી રહ્યા છે. જેમાં સ્વતંત્ર પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી મુખ્યત્વે રહે છે. જો કે કંપનીઓની ફાસ્ટ સ્પીડ છતા બીજી સ્પીડ કનેકટીવીટીનો પ્રશ્ન યથાવત છે. જે બહાનારૂપ લોકોને લાગી રહેલ છે તંત્રને કામો ન જ કરવાની દાનત પણ લોકોને લાગી રહી છે. તા.પં.ના અધિકારીની સહી માટે પણ સતત પ્રયાસ કરતા રહેવુ પડે છે. ત્યારે માંડ માંડ અહી થાય છે તો જન સરકારી સુવિધા કેન્દ્ર ગુમ થયુ છે.

(12:03 pm IST)