સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫ થી ૭ ઈંચ ખાબકશે

કાલથી વાતાવરણ પલ્ટાશે : સૌરાષ્ટ્ર - કચ્છમાં પવન સાથે ઝાપટા પડશે : જામનગર-પોરબંદર-દ્વારકા-વેરાવળ-કચ્છ-ભાવનગર-અમરેલી-કચ્છ-સોમનાથમાં ભારે વરસાદ ખાબકશે

અમદાવાદ : આગામી ૧૨થી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે શ્નવાયુલૃવાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. અંદાજે ૧૩૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. હાલ વાવાઝોડું અરબી સમુદ્રમાં વેરાવળથી ૯૩૦ કિમી દૂર લક્ષદ્વીપ ટાપુની આસપાસ છે અને તે સરેરાશ ૩૦થી ૫૦ કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ્સ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી હોઈ જે કાંઠે ટકરાય ત્યાં ભારે તોફાન આવે તેવી પૂરેપૂરી શકયતા જોવા મળી રહે છે. જેને કારણે ૧૨દ્મક ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫થી ૭ ઈંચ જેટલો વરસાદ થોડાં જ કલાકોમાં ખાબકી જાય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨ અને ૧૩ જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્ત્।ર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડવાની આશંકા સેવામાં આવી છે. વેરાવળ, આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

રાજયના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતમાં ચોમાસાનું શેડ્યુલ ખોરવાશે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું જૂલાઈ મહિનાથી શરૂ થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

વાયુ વાવાઝોડાની અસરથી ૧૨દ્મક ૧૪ જૂન દરમિયાન સમગ્ર રાજયના વાતાવરણમાં પલટો આવશે અને ભારે પવનો ફૂંકાશે. તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડશે. રાજયના અન્ય વિસ્તારોમાં પણ પવન ફૂંકાશે અને હળવો વરસાદ પડશે. જેના કારણે લાંબા સમયથી હીટ વેવનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. ઝડપી ગતિનાં ભેજવાળા પવનોથી તાપમાન ૪થી ૮ ડિગ્રી ગગડશે.

(11:59 am IST)