સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ભાયાવદર સહકારી મંડળીની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરીત પેનલની જીત

ભા.જ.પ. પ્રેરીત પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર.....

ભાયાવદર તા ૧૧ :  સેવા સહકારી મંડળીની પાંચ વર્ષ માટેની વ્યવસ્થાપક કમીટીની ચુંટણી માં ભા.જ.પ. , કોંગ્રેસ પ્રેરીત ૧૩ ઉમેદવારોની પેનલ બનાવીને પટેલ સમાજમાં બેલેટ દ્વારા મતદાન કરાવેલ.

સહકારી મંડળીના કુલ ૨૯૫૨ સભાસદો હોયતેમાંથી ૧૫૯૬ સભાસદોએ મતદાન કરેલ હતું. મતદાન બાદ મતગણતરી યોજાતા ભા.જ.પ. પ્રેરીત પેનલનો સફાયો બોલી જતા તમામ ૧૩ બેઠકો પર કોંગ્રેસ પ્રેરીત પેનલનો વિજય થતા, ભાયાવદર સહકારી મંડળીની ચુંટણીમાં ઇતીહાસમાં કયારેય આવી હાર ન થયેલ હોય તેવી હાર થયેલ હતી.

અગાઉ ભા.જ.પ. પ્રેરીત  પેનલના પ્રમુખ ઉમેદવારે ચાર વખત રાજીનામાની નોંટકી કરેલ હતી. આ ભવ્ય વિજય પછી સરદાર વલ્લભભાઇ પટેલ ચોકમાં ફટાકડાની આતશબાજી સાથે પેંડા વેચીને મો મીઠા કરાવેલ હતા. આ પરાજયથી ભા.જ.પ. પ્રેરીત પેનલે છેલ્લા દશ વર્ષથી જાળવી રાખેલ સત્તા ગુમાવવી પડેલ છે. મોટાભાગના ઉમેદવારો આશરે ૩૦૦ મતની સરસાઇથી જીતેલ છે.

આ રસાકસી વાળી ચુંટણીમાં મંડળી દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગણી સાથે પી.એસ.આઇ. એચ.એમ. ધાંધલ તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(11:58 am IST)