સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

કોડીનારના વડનગરના બ્રાહ્મણને કોર્ટ કેસના મનદુઃખમાં માર્યોઃ લૂંટ

કોડીનાર, તા. ૧૧ :. તાલુકાના વડનગર ગામે જમીનમાં રસ્તા બાબતે બ્રાહ્મણ શખ્સ ઉપર આઠ શખ્સોએ હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

વિગત મુજબ ફરીયાદ મહેન્દ્રભાઈ ડાયાભાઈ મહેતા બ્રાહ્મણ ઘરેથી તેમની વાડીએ જવા માટે પોતાનું મોટર સાયકલ લઈને દૂધ લેવા જતા હતા ત્યારે દેવલપુર રોડ ઉપર પહોંચતા હાર્દિક મસરીભાઈ સોલંકી આહિર લોખંડનો પાઈપ લઈ આડો રાખી રોકાવેલ અને તરત જ પાઈપ વડે આડેધડ શરીરે માર મારવા લાગેલ અને તેની સાથે બીજા સાત અજાણ્યા માણસો એ મોઢે રૂમાલ બાંધેલ હતા ને સાતેય જણા પાસે લાકડીઓ હતી જે માર મારવા લાગેલ.

'તું તારા ભત્રીજા રાજેશની જમીન જેમા અમે રસ્તો કાઢેલ છે તેમા તું કોર્ટમાં કેસમાં તેની સાથે રહી અને કેસમાં બહુ રસ લે છે જેથી તને મારી નાખવો છે' તેમ કહી મારી નાખવાના ઈરાદે માર મારતા હતા અને બ્રાહ્મણોને જમીનો વેચાવી નાખવી છે અને ગામ છોડીને જતુ રહેવાનુ છે કહેલ છતા તમે ગયેલ નથી જેથી તમે મારી નાખવો છે તે દરમ્યાન ગળામાં પહેરેલ એક તોલાનો સોનાનો ચેન હાર્દિકે ગળામાંથી ખેંચી અને લઈ લીધેલ છે ત્યાર પછી કુટુંબને ફોનથી જાણ કરતા ૧૦૮માં પ્રથમ કોડીનાર સરકારી દવાખાને લાવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવારની જરૂર હોય અને જૂનાગઢ રીફર કરેલ. કોડીનાર પોલીસે ૩૦૭, ૩૯૭, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એકટ ક. ૧૩૫ મુજબ ગુનો નોંધેલ છે અને બનાવની તપાસ ઈન્ચાર્જ પીઆઈ સોલંકી તથા રાઈટર જેશીંગભાઈ ચલાવી રહ્યા છે.

(11:57 am IST)