સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

વાવાઝોડાની ચેતવણીના પગલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરિયા કિનારે સ્નાન કરવા ઉપર પ્રતિબંધ

દ્વારકા તા. ૧૧ :.. ગુજરાતના સમુદ્ર કિનારે આગામી બે દિવસમાં વાવાઝોડાની સંભવિત આગાહીને લઇને સરકારી તંત્ર સાબદુ બન્યુ છે અને દ્વારકા સહિતના સમુદ્રી વિસ્તારોમાં રૂપેણ બંદર ત્થા ઓખાના ડાકડા બંદર ઉપર મારણમારો અને શિવરાજપુર બીચ ઉપર દરસા ન્હાવા ન પડવા તંત્ર એ તાકીદ કરી છે. દેવભૂમિ જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ અધિકારી ગણની તાકીદની બેઠક બોલાવતા બાદ દ્વારકાના પ્રાન્ત અધિકારી દર્શન વિઠલાણી ત્થા ચીફ ઓફીસર હુડીયાએ પગલા લેવાનું શરૂ કર્યુ છે.

દ્વારકા યાત્રાધામમાં દેશભરના યાત્રીકોની સંખ્યા ખૂબ જ રહેલી હોય તેવા સમયે દ્વારકાના ગોમતીઘાટ ઉપર ત્થા શિવરાજપૂર બીચ સહિતના વિસ્તારોમાં સ્નાન કરવાની મનાઇ ફરમાવાઇ છે. અને રેસ્કયુ ટીમને સામનો સાથે હાજર રહેવા સુચના કરાઇ છે.

(11:56 am IST)