સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

જામનગરમાં પોલીસના ભયથી યુવકે ઝેરી દવા પીધી : ફેસ બુક લાઇવ કર્યુ

પારિવારિક ડખ્ખામાં અરજી બાદ પોલીસ સ્ટેશને બોલાવતા વિજય નાખવાએ માંકડ મારવાની દવા ગટગટાવતા સારવારમાં

તસ્વીરમાં ઝેરી દવા પી લેનાર યુવક સારવારમાં તથા બીજી તસ્વીરમાં ફેસબુક લાઇવ કર્યુ તે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર, તા. ૧૧ : જામનગરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર યુવાને દવા પીધાની દ્યટના સામે આવી છે. જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો. આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી લેતા વાતાવરણ તંગ બની ગયું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ તાજેતરમાં વિજયના પરિવારમાં પારિવારિક તેના ભાભી અને પરિવારજનો વચ્ચે ડખ્ખો હતો. જેની પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અરજીના કામે પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી ગીન્નાયો હતો. આજે રાત્રે ખંભાળિયા ગેટ પોલીસ ચોકી પાસે આ યુવાન પહોંચ્યો હતો. અને પોલીસચોકી બહાર જ દવા ગટગટાવી લીધી હતી. આ દ્યટનાને પગલે યુવાનના પરિવારજનોએ તાબડતોબ વિજયને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જયાં વિજય નાખવાની સારવાર ચાલી રહી છે.

દવા ગટગટાવવાની ઘટના પૂર્વે વિજયે પોલીસની અવારનવાર બોલાવવામાં આવતા આ કાર્યવાહીથી કંટાળી ગયો હોવાનું સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે પણ કર્યું છે. ત્યારે આ દ્યટનાએ જામનગરમાં ભારે ચર્ચા જગાવી છે.

(11:54 am IST)