સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

સિઝન પુરી થઇ ગઇ હોવાથી માછીમારો માટે વાવાઝોડુ ચિંતાજનક નથી

રાજકોટ તા. ૧૧ :.. માછીમારોની સિઝન પુરી થઇ ગઇ હોવાથી વાવાઝોડુ ચિંતાજનક બાબત નથી તેમ માંગરોળના માછીમાર અગ્રણી વેલજીભાઇ મસાણીએ ‘અકિલા' ને જણાવ્‍યુ હતું.

વેલજીભાઇ મસાણીએ વધુમાં જણાવ્‍યું કે, ગઇકાલથી માછીમારીની સિઝન પૂર્ણ થઇ ગઇ છે.અને માછીમારો પોતાની બોટ સાથે દરિયા કિનારે આવી ગયા છે.

ચોમાસાની ઋતુમાં માછીમારોને વધુ રોજી-રોટી મળે અને વધુ વરસાદ સાથે માછલીઓના સંવર્ધનની ક્રિયા ચોમાસામાં થતી હોવાની માછીમારી બંધ રાખવામાં આવે છે.

(11:44 am IST)