સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

માણાવદરનો રસાલા ડેમ ઉંડો કરવાની વર્ષોની માંગણીનો કયારે ઉકેલ થશે?

માણાવદર તા. ૧૧ :.. ધારાસભ્‍યે પક્ષ પલ્‍ટો કરી કેબીનેટ મીનીસ્‍ટર તો બની ગયા પરંતુ ત્રણ - ત્રણ ટર્મમાં રસાલા ડેમ ઉંડો કરવાની દરકાર નથી કરી.

માણાવદર શહેરમાં આમ તો કાયમી પીવાના પાણીની તંગી રહે છે. બાંટવા ખારા ડેમ સાઇટના કુવાને ડેમ ડૂકયો સ્‍થાનીક બોર કૂવા ડૂકી ગયા ઓઝત પાઇપ લાઇન એકમાત્ર આધાર રહ્યો છે. ત્‍યારે કાયમી પાણીની તંગી હળવી કરવા આજે વર્ષોથી શહેરનો રસાલા ડેમ ઉંડો કરવાની ધારાસભ્‍યે પક્ષ પલ્‍ટો કરી કેબીનેટ મીનીસ્‍ટર તો બની ગયા પરંતુ ત્રણ - ત્રણ ટર્મમાં જીત્‍યા પરંતુ રસાલા ડેમ કેમ ઉંડો ન કરાવી શકયા કે દર કાર કરી નથી ? તે પ્રશ્ન પ્રજાજનો ચર્ચા કરી રહ્યા છે. જો ડેમ ઉંડો ઉતારાય તો જળ સંગ્રહ વધી શકે તાલુકામાં ત્રણ ટર્મમાં બીજા મોટા ડેમ બનાવવા શું કામગીરી કરી ? તે આમ જનતા ચર્ચા કરી રહ્યા છે.

પાણીના તળ પ૦૦ થી ૧પ૦૦ ફુટમાં પાણી બોરમાં નથી આવતુ ત્‍યારે ફરી ડાર્ક ઝોન નાખવો કે શું ? તે સરકારે ગંભીર વિચારણા કરવી જોઇએ તળની તપાસ કરવી જરૂરી છે.

 

(10:49 am IST)