હળવદમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
હળવદઃ સમસ્ત લુહારસુથાર જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિની વાડી માં સમસ્ત લુહાર સુથાર વિદ્યાર્થીઓ દ્વિતીય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા એલ કે જી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા, સ્કુલ બેગ, વોટર બેગ, કંપાસ, કલર, પેન્સિલ વગેરે સહિતનું વસ્તુઓ વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે જ્ઞાતિ મંડળના પ્રમુખ ભરતભાઈ પી. કવૈયા, ઉપપ્રમુખ અંબારામભાઈ એલ રાઠોડ, મંત્રી પ્રો રતિલાલ ભાઈ પી કવૈયા, સહમંત્રી રાજેશભાઈ એન પિત્રોડા, ખજાનચી હરીશભાઇ સી કવૈયા, સભ્યશ્રી જયંતીભાઈ એન.સોલંકી સહિતના તેમજ લુહાર સુથાર જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિજનો એ જહેમત ઉઠાવી હતી. (તસવીરઃ હરીશ રબારી. હળવદ)