સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

પાણી પુરવઠા મંત્રી બાવળિયાના હસ્તે જસદણના જુનાપીપળીયા ગામે રસ્તાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન

જસદણ, તા.૧૧: જસદણ જસદણ તાલુકાના જુનાપીપળીયા ગામે તાજેતરમાં પાણી પુરવઠા મંત્રી એ રસ્તાના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએઙ્ગ જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે અંદાજે રૂપિયા ૧૮ લાખના ખર્ચે બનનાર રસ્તાના કામની ખાત મુહુર્તવિધિ કરી હતી. જુના પીપળીયાથી નોંધણવદર ગામ વચ્ચે ૯૦૦ મીટરના લંબાઇનો ડામર રસ્તો બનશે. આ રસ્તાનું કામઙ્ગ ચોમાસા પહેલા સમય મર્યાદામાં પૂર્ણ કરાશે.

આ પ્રસંગે જસદણ નગરપાલીકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા, રેવન્યું સર્કલ મનસુખભાઇ સુરાણી, જુના પીપળીયા ગામના અગેવાનો, આસપાસના ગામના આગેવાનો, ગીરીશભાઇ સખીયા, મનસુખભાઇ જાદવ, આસપાસના ગામોના સરપંચો,ઙ્ગ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.

(10:39 am IST)