સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

રાત્રે જામનગરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર યુવકે દવા પીધી : ફેસબુક પર લાઇવ કર્યું :ખળભળાટ

પારિવારિક ડખ્ખામાં અરજીના નામે પોલીસની કાર્યવાહીથી ગીન્નાયો :માર મારવાંમાં આવશે તેવી બીકને કારણે દવા ગટગટાવી

જામનગર શહેરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર યુવાને દવા પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

 મળતી વિગત મુજબ જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો. આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી અને ફેસબુક પર લાઇવ કર્યું હતું.

  વધુમાં મળતી વિગત મુજબ તાજેતરમાં વિજયના પરિવારમાં પારિવારિક તેના ભાભી અને પરિવારજનો વચ્ચે ડખ્ખો હતો. જેની પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અરજીના કામે પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી ગીન્નાયો હતો.અને આજે રાત્રે ખંભાળિયા ગેટ પોલીસ ચોકી પાસે આ યુવાન પહોંચ્યો હતો.

(1:03 am IST)