સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

કોંગ્રેસના ૧૦ સભ્યોએ ભાજપને ટેકો આપતા વઢવાણ પાલિકામાં ભગવો : લીંબડીમાં ભાજપનો કબ્જો

મુખ્યપદે ખમાબા ડોડીયા-ઉપપ્રમુખ ભોજરાજસિંહ જાડેજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૧ : કોંગ્રેસ શાસિત પાલિકાનું શાસન ભાજપે આંચકી લીધુ છે. કોંગ્રેસના ૧૦ સભ્યોએ બળવો કરીને ભાજપને સમર્થન આપતા ભાજપનો ભગવો લહેરાયો છે.

વઢવાણ પાલિકામાં સતામાં કોંગ્રેસ આવેલ અને અઢી વર્ષમાં શાસનમાં પ્રમુખપદે વિક્રમભાઇ દવે રહ્યા હતા. ત્યારે ટર્મ પુરી થતા  વર્ષના શાસન બાદ કોંગ્રેસે સતાના સુકાન વઢવાણમાં ગુમાવ્યા છે.

વઢવાણ પાલિકા ઉપર ફરીવાર ભાજપ સતારૂઢ થતા ભાજપની વઢવાણ નગરપાલિકા બનવા પામેલ છે ત્યારે વઢવાણનગર પાલિકામાં નવા ભાજપના મહિલા પ્રમુખપદે ખમાબા ડોડીયા નિમણૂક થયા છે. જયારે ઉ.પ્રમુખપદે ભોજરાજસિંહ જાડેજા સર્વસંમતીથી વરણી થતા ભાજપ નગરપાલિકા બનતા ફટાકડાઓની ધડબડાટી બોલી હતી.

જયારે બળવાખોરો કોંગ્રેસના ૧૦ સદસ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે અને આમ ૧૦ કોંગ્રેસના સદસ્યો ખેડવવામાં ભાજપને સફળતા મળતા વઢવાણ નગરપાલિકા હાલ ભાજપની બનેલ છે.

જયારે લીંબડીમાં ભાજપની નગરપાલિકા સત્તા જાળવી રાખી છે. જયા પ્રમુખ-ઉ.પ્રમુખ બદલાયા છે ત્યારે પ્રમુખમાં ધીરૂભાઇ ખાંભલા ઉ.પ્રમુખમાં દેવુભાઇ ભરવાડ સર્વાનુમતે વરણી થયા છે. આમ હાલ બે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર થયા છે. (૮.૧૭)

(3:48 pm IST)