સાયલા પાસે આર.આર. સેલે દરોડો પાડી ટેન્કરમાંથી ૨૪ લાખના દારૂ સાથે રામપ્રકાશને દબોચ્યો
રાજકોટઃ. જુગારની બદી નાબુદ કરવા માટે રેન્જ આઈ.જી.ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આર.આર. સેલના પો.સ.ઈ.કૃણાલ પટેલ તથા તેમની ટીમને મળેલ વધુ એક સફળતા મળી હતી. જેમાં આર.આર. સેલના સ્ટાફને ખાનગી રાહે હકીકત મળેલ કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં આવેલ રામદેવ હોટલના પાર્કિંગમાં એક છુટક સિમેન્ટ ભરવાનું ટેન્કર પડેલ છે. તેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ જેથી તૂર્ત જ હકીકતવાળી જગ્યાએ પહોંચી ટેન્કર મળી આવતા તેને ખોલી ચેક કરતા ટેન્કરમાં છુપાવી રાખેલ અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૧૫૬ કિં. રૂ. ૨૪,૬૨,૪૦૦ તથા છૂટક સિમેન્ટ ભરવાના ટેન્કર નં. જીજે ૦૮ વાય ૯૫૧૦ કિં. રૂ. ૨૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૯,૬૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ ટેન્કરનો ડ્રાઈવર હાજર મળી આવેલ રામપ્રકાશ ક્રિષ્નારામ ધનારામ જાગુ જાતે બીસનોઈ (ઉ.વ.૨૮) રહે. કિશના રામ સીયાકો કી બેરી કૌઝા જી. બાડમેર-રાજસ્થાન)ની ધરપકડ કરી તેમજ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને મોકલનાર આરોપી (૨) જીતુસીંગ તથા (૩) સૈતાનસિંગ (રે. સાંચોર રાજસ્થાન) તમામ વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં દાખલ કરાવી આગળની તપાસ આર.આર. સેલ રાજકોટ ચલાવી રહી છે