લીંબડી કોંગ્રેસ દ્વારા ખેડુતોના પ્રશ્ને આવેદનપત્ર
લીંબડી : શહેર કોંગ્રેસ દ્વારા ખેડુતોને લગતા પ્રશ્નો લઇ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. તાલુકા કોંગ્રેસ સમીતી અને લીંબડી શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર વિરોધનો વિરોધ સુત્રોચ્ચાર કરી તેમજ લીંબડી મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યુ. જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઇ જાદવ લીંબડી શહેર પ્રમુખ રઘુભાઇ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા બાંધકામ સમિતીના ચેરમેન ભગીરથસિંહ રાણા, લીંબડી તા.પં. પ્રમુખ કનકસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખો પી.ટી.શાહ, દિલીપભાઇ વલેરા, લીંબડી ન.પા.ના સભ્ય અનિલભાઇ સીંગલ, લીંબડી તા.પં. કારોબારી ચેરમેન ગગજીભાઇ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાબુભાઇ સોલંકી, પુંજાભાઇ ચાવડા, લીંબડી તાલુકા કોંગ્રેસ મહામંત્રી દલપતભાઇ મકવાણા, ધનજીભાઇ રવોદરા, આલાભાઇ સોંડલા અને આઇટીસેલના પ્રમુખ સંજય કુમાર જાદવ, જિલ્લા આઇટીસેલ મંત્રી એભાભાઇ ભથાણીયા, લીંબડી ન.પા.ના સભ્યો, દિવ્યરાજસિંહ રાણા, લીંબડી આઇટીસેલ ઉપપ્રમુખ હારૂનભાઇ જિવાણી અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આવેદનપત્ર આપ્યુ તે તસ્વીર.(૪૫.૬)