સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

બાબરામાં જીવદયા પ્રેમીઓએ નઘણીયાતા પ૦૦ પશુના શિંગડામાં રેડીયમ લગાડી

બાબરા તા.૧૧ : પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અને જીવદયા પરિવારના મૌલીક તેરૈયા તથા પજ્ઞેશ શુકલની આગેવાનીમાં શહેરમાં રખડતા ૭૦૦ થી વધુ અબોલ ગૌવંશના શીંગડા ઉપર રેડીયમ લગાડી અકસ્માતથી અબોલ પશુ બચાવવા અનોખુ આયોજન થયુ છે.

પાંચ દિવસ સુધી રેડીયમ લગાવવાની કામગીરી શરૂ રહેવા પામશે. સેવાભાવી યુવકોના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે ૧૦૦ થી વધુ રેડીયમ લગાવામાં આવી છે.

બાબરામાંથી પસાર થતા હાઇવે રોડ ઉપર ઠેર ઠેર પશુધન રઝળી રહ્યુ છે. અવારનવાર રાત્રીના સમયે અકસ્માતમાં પશુ અને વાહનચાલકો ઇજાગ્રસ્ત બને છે તેથી અકસ્માત રોકવા રેડીયમ લગાડવામાં આવી છે.

હાલ દરેક જીવદયા પ્રેમી પોતાની સાથે રેડીયમ રાખી રહ્યા છે જયાં ત્યાં રખડતા પશુના શીંગ ઉપર રેડીયમ લગાવી નવતર પ્રયોગ અપનાવી પશુ સહિત માનવ જીંદગીનું જોખમ ઘટાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.(૪૫.૪)

(12:20 pm IST)