સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

સુરેન્દ્રનગરમાં કવોલીટી વિનાના પાણીના પાઉચનું વેચાણ બંધ કરાવવા માગણી

 વઢવાણ તા.૧૧:  રાજકોટ અમદાવાદ શહેરમાં બેફામપણે વેચાતા પાણીના પાઉચમાં બેકટેરીયાના જીવાણું મળી આવતા તાત્કાલીક અસરે પાણીના પાઉચ બંધ કરવા માટેના આદેશો આપી અને બંધ કરાવવાની ફરજ વહીવટી તંત્રને પડેલ છે ત્યારે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં દરરોજનો લાખોનો કારોબાર પાણીના પાઉચના બારોબાર ચલાવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં વેચાતા પાણીના પાઉચમાં શું પાણી પીવાલાયક છે કે કેમ ? કયારેય તપાસ થઇ નથી. સુરેન્દ્રનગર શહેરમાં જુદા-જુદા માર્કા વાળા ૧૦થી વધુ કંપનીઓના  પાઉચ ઠેર ઠેર વેચાણ થાય છે.

આ પાઉચ બરફ નાખી ઠંડા કરાવવામાં આવે છે જેના કારણે પાણીના પાઉચના પાણીનો ટેસ્ટ કે પડતર હલકી ગુણવતા છે કે નહીં જેની ખબર ગ્રાહકોને પડતી નથી ત્યારે કયારેક પાણીના પાઉચ તડકામાં પડયા રહ્યા બાદ આ જ પાઉચનો પાણીનો કલર અને સ્વાદ અને આ પાણીના પાઉચની ગુણવતાનો ખ્યાલ તરત જ આવી જતો હોય છે.

સુરેન્દ્રનગરમાં વેચાતા પાણીના પાઉચમાં બેકટેરીયાના જીવાણુ છે કે કેમ ? પાણીની ગુણવતા શું છે પાણી કયા પ્રકારનું છે તમામ તપાસના આદેશોની રાહ  લોકો જોઇ રહ્યા છે તયારે અમદાવાદ રાજકોટ જયારે બેકટેરીયાના જીવાણુ હોવાનું પુરવાર થયુ છે ત્યારે સુરેન્દ્રનગર કલેકટર તપાસ કરી કરાવી જાહેરનામું બહાર પાડી પાણીના વેચાતા પાઉચ બંધ કરાવવા લોક માંગ ઉઠેલ છે. (૧૧.૪)

(12:14 pm IST)