સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th June 2018

સલાયામાં ફરીથી બે જૂથ વચ્ચે અથડામણ :લાકડીઓ વડે હુમલો : ત્રણને ઇજા

દ્વારકા: જિલ્લાનાં જામ સલાયામાં ફરીથી બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.બંને જૂથો સામસામે આવી ગયા હતા અને લાકડીઓથી એક બીજા પર હુમ્લો કરાયો હતો  એકબીજાને સામ સામે તેઓ ઢોર રીતે માર મારતા નજરે ચડતા જોવા મળ્યાં હતાં. જાહેર રસ્તા પર એકબીજા પર હુમલા કરતા નજરે પડ્યાં હતાં.

 ગામમાં તણાવયુક્ત આ પરિસ્થિતિને થાળે પાડી દેવામાં આવી છે. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયાં છે કે જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવેલ છે.

(7:01 pm IST)