સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

કોરોના પોઝીટીવ માતાના ન્યુ બોર્ન ક્રિટીકલ બેબીને જૂનાગઢ સિવિલની સારવારથી મળ્યુ જીવત દાન

બાળકના હૃદયના ધબકારા ઘટી ગયા-શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ છતા નવ દિવસમાં બાળક થયુ સ્વસ્થ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૧: જૂનાગઢ સિવિલમાં તા.૨૦ એપ્રીલ ના રોજ પ્રસુતિ માટે કોરોના પોઝીટીવ સગર્ભા એડમીટ થાય છે. તા.૧લી મેના રોજ સગર્ભા માતાના પેટમાં રહેલા બાળકે મુવમેન્ટ કરવાનુ બંધ કર્યું. તાત્કાલિક ગાયનેક વિભાગમાં સિઝેરિયન કરી બાળકને જન્મ અપાયો.

બાળકના જન્મ પછી નવી સમસ્યાઓ શરૂ થઇ. બાળકના હૃદયના ધબકારા એકદમ ઘટી ગયા. શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ હતી. આ સમયે સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગની ડોકટરોની ટીમને બાળક સોપવામાં આવ્યુ.બાળકને તુરંત સીપીઆર આપવા સાથે નીયો નેટલ કેર યુનીટ મા બાળકની વેન્ટીલેટર સાથે સઘન સારવાર શરૂ કરવામાં આવે છે. જન્મ ના બે ચાર કલાકમાં જ વેન્ટીલેટર સહિતની સારવાર શરૂ થાય છે.

ચાર દિવસની સિવિલના ચાઇલ્ડ વિભાગના નિષ્ણાંત તબીબો ડો.કેયુર કણસાગરા, ડો.કલ્પેશ બાખલકીયા,ડોધવલ દેલવાડીયા,ડો.માલદેવ ઓડેદરા, ડો.અંકુર પટેલ અને ડો.પારૂલ વાઘેલાની ટીમની રાત દિવસની મહેનત રંગ લાવે છે. ચાર દિવસ પછી એ નવજાત બાળક ની હાલતમાં સુધારો થાય છે. શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા અને અન્ય પેરામીટર નોર્મલ થાય છે. ત્યાર બાદ પાંચ દિવસ બાળકની પોસ્ટ વેન્ટીલેટર કેર લય ઇન્ટેક સર્વાઇવલ સાથે બાળક સ્વસ્થ થયુ.

બાળકના માતા અસ્મિતાબેન કોરોના પોઝીટીવ હતા. જે સિવિલ ની સારવારથી સાજા થવા સાથે હસતું બાળક પણ તેમનો ખોળો ખુંદતુ હતુ. કોરોનાના કઠીન સમયમાં જૂનાગઢ સિવિલના તબીબોની ટીમની ઉમદા કામગીરીને બિરદાવતા બાળક ના પીતા જેતપુરના બીપીનભાઈ માઢકે કહયુ કે સિવિલના ડોકટરો મારા બાળકને બચાવવા રાત દિવસ મહેનત કરી છે તેનો હુ સાક્ષી છુ. ખાનગી દવાખાને મારે ચાર પાંચ લાખનો ખર્ચ થાત અહિ મને તમામ સારવાર ફ્રીમા મળી છે. વેન્ટીલેટર નીયોનેટલ કેર યુનીટ સહિતની સારવાર લોકો માટે આશીર્વાદ રૂપ છે.સિવિલ હોસ્પિટલનાં બાળરોગ નિષ્ણાત ડો.કેયુર કણસાગરાએ કહયુ કે, હાઇરિસ્ક પેશન્ટ અને એ પાછુ બાળક હોય ત્યારે એને બચાવવું મુશ્કેલ હોય છે.પરંતુ આજ અમારા માટે પડકાર છે. સીવીયર એસફેઝીયા નિદાન થાય અને અમારી ટીમ આવા બાળકને બચાવી ને બાળકને માતાને સોંપે અને માતા આનંદિત થાય એજ અમારો સંતોષ છે.હા આ બાળકની ડોકટરો બાદની સારસંભાળ ઈન્ચાર્જ સિસ્ટર જાગૃતિબેન સાથે સિસ્ટર કોમલ,મહેશ્વરીબાન,અરૂણાનુ પણ એટલું જ યોગદાન છે. સીસ્ટરની હુફાળી સારવાર બાળક અને માતા બન્ને માટે જીવનદાતા બને છે.

ન્યુ બોર્ન બેબી હજુ સુધી કોરોના પોઝીટીવ આવ્યા નથી. ડો. કણસાગરાના જણાવ્યા મુજબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સગર્ભા માતાના જન્મેલ ન્યુ બોર્ન બેબી હજુ સુધી કોરોના પોઝીટીવ આવ્યા નથી. એ ખુબ સારૂ છે.

(12:53 pm IST)