સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

જુનાગઢ જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસિસનો પગપેસારોઃ બે દર્દીને રાજકોટ રીફર કરાયા

જુનાગઢ સીવીલમાં સારવાર ન હોવાથી પરેશાની

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસિસનો પગપેસારો થયો હોવાનું અને બે દર્દીને રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારીનાં પગલે મ્યુકરમાઇકોસિસ નામનાં રોગે પણ માજા મુકવાનું શરૂ કર્યુ છે અને હવે જુનાગઢ જિલ્લામાં પણ આ રોગએ પણ એન્ટ્રી કરી છે. અને બે દર્દીને મ્યુકરમાઇકોસિસ માલુમ પડતા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ સિવીલમાં આ રોગની સારવાર  ઉપલબ્ધ ન હોવાથી બંને દર્દીને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

જુનાગઢ સીવીલ સર્જન ડો. સુશીલ કુમારે સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, મ્યુકરમાઇકોસિસનાં બે-ચાર પેશન્ટ છે. પરંતુ આ બાબત કન્ફર્ન નથી પરંતુ અત્યારે સીવીલમાં વેઇટીંગ ઝીરો છે. સવારે ત્રણ દર્દી પેઇટીંગમાં હતાં. પરંતુ તેઓની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસિસની એન્ટ્રી થવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સામે આવેલા બે દર્દીની અન્ય કોઇ સતાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી અને તંત્રમાં પણ આ બાબતને લઇ ચિંતા પ્રવર્તતી હોવાનું જાણવા મળે છે.

(11:51 am IST)