સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

કાલાવડમાં કરા પડયાઃ સુરેન્દ્રનગરમાં ૪૧ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વળી પાછો મિશ્ર ઋતુનો માહોલઃ દરરોજ બપોરે આકરો તાપ

રાજકોટ તા.૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે.ગઇકાલે સાંજે ફરી પાછો વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને સાંજના સમયે રાજકોટ-જામનગર હાઇ-વે ઉપરના કાલાવડ અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડયા હતા.

રાજકોટમાં પણ સાંજના સમયે હળવા છાંટા અમુક વિસ્તારોમાં પડયા હતા.

આજે સવારથી અસહય ઉકળાટ યથાવત છે કાલે સુરેન્દ્રનગર ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જયારે રાજકોટમાં ૪૦.૮, વડોદરા, ૪૦.૬, જામનગર ૩પ, અમરેલી ૪૦.૪, ભુજ ૩૮.ર ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

કાલાવડ

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ : કાલાવડમાં આજે બપોરે ૪ વાગ્યે ગાજ-વીજ સાથે ધીમી ધારે નાના-નાના બરફના કરા પડયા.

કાલાવડ ઉપરાંત કંઠાળ વિસ્તારના જીવાપર ગામે ખેતરો બરફના કરાથી ભરીને સફેદ ચાદર પાથરી હતી. અને વાતાવરણ  ઠંડુ બની ગયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવમાન ૩પ મહત્તમ ર૬.પ લઘુતમ ૭૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૯ પ્રતિ કલાક પવનની ગતિ હતી.

(11:50 am IST)