સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

એક તરફ કેસ ઘટ્યાનું ગાણુને બીજી તરફ ગોંડલમાં ૧૦ દિ માં ૧૭૫ કોવિડ -નોન કોવિડની અંતિમવિધી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૧૧:મુકતેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત અત્રેના મુકિતધામ ખાતે કોરોના કાળમાં ન ધાર્યું હોય તેટલી અંતિમ સંસ્કાર વિધિ થઇ રહી છે એપ્રિલ માસમાં અંતિમ વિધિનો આંક સવા ચારસોને પાર થયો હતો જયારે મે માસના દસ દિવસોમાં જ પોણા બસ્સો એ આંક પહોંચી જતા લોકોના હૈયા ફફળી રહ્યા છે.બીજી બાજું તાબોટા પાડી રહેલું તંત્ર નફ્ફટ બની કેસ ઘટી રહયાંનું જણાવી રહયું છે.

સરકારની જુબાની મુજબ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે પરંતુ મુકતેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત મુકિતધામ ખાતે ના રજીસ્ટરમાં કાળજુ કંપાવી નાખે તેટલી મરણ નોંધો નોંધાઇ રહી છે એપ્રિલ માસમાં અંતિમ સંસ્કારની વિધિઓ ફૂલ રહ્યા બાદ લોકોએ મે માસ માં બ્રેક લાગશે તેવી આશા સેવી હતી પરંતુ રોજિંદા ૧૭ ને સરેરાશથી અંતિમ વિધીઓ થઈ રહી છે તારીખ ૧૦ ના સાંજ સુધીમાં આ આગ પોણા બસ્સો ને પાર થઈ ગયો છે.

મેઘવાળ સમાજના સ્મશાને પણ એપ્રિલ અને મે માસમાં દફન વિધિ નો આંક ૪૦ ને પાર પહોંચ્યો છે, જયારે મુસ્લિમ સમાજના ભગવત પરા ખાતે ના મુખ્ય કબ્રસ્તાન ખાતે ૪૭ થી વધુ દફનવિધિ થઈ હતી જયારે અન્ય ચાર જેટલા કબ્રસ્તાનમાં પણ છ થી વધારે દફનવિધિ થઈ હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

(11:47 am IST)