સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

ઉપલેટા પાલિકાને એમ્બ્યુલન્સ ફાળવતા પોરબંદર સાંસદ ધડૂક

ઉપલેટા તા.૧૧ : કોરોના ની પરિસ્થિતિ માંદર્દીઓને મુશ્કેલી વેઠવી ન પડે અને તાત્કાલિક ધોરણે દર્દીઓને પૂર્તિ સવલતો અને સગવડતાઓ મળી રહે તે માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કયાંકને કયાંક એકશનમાં આવી મદદ કરી રહ્યા છે ત્યારે ઉપલેટા પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક એ પોતાની ગ્રાન્ટમાંથી ઉપલેટા શહેર ને એમ્બ્યુલન્સ ફાળવી આપેલ હતી

આ એમ્બ્યુલન્સને ગત તારીખ ના રોજ ઉપલેટાના યુવા પ્રમુખ મયુરભાઈ સુવા ગોંડલ ખાતે થી ઉપલેટા મુકામે ખુદ ચલાવીને લઈ આવ્યા બાદ અહીં મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચાલતા ણૂંરુજ્ઞ્ફુ કેર સેન્ટર સુધી લાવી ત્યાં નગરપાલિકાના સદસ્યો રાજકીય આગેવાનોએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી એમ્બ્યુલન્સ સેવા ને ખુલ્લી મૂકી હતી.

આમ જોઈએ તો ઉપલેટા નગર પાલિકાના વાહન ગેરેજમાં સાફ-સફાઈ કચરો ઉપાડવા થી માંડી ફાયર ફાઈટર સુધીના વાહનો હોય અને દ્યણા સમયથી માત્ર એમ્બ્યુલન્સ ની કમી હોવાથી ઉપલેટા શહેરના લોકોને નગરપાલિકા આ સેવા આપી શકતી ન હતી અને ૧૦૮ની મદદથી લોકો પોતાનું કામ ચલાવતા હતા ત્યારે ૮૦ હજારની વસ્તી ધરાવતા ઉપલેટા શહેર ને સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા એમ્બ્યુલન્સ ફાડવી લોકોની સુખાકારી માટે મુકેલ હતી.

ઉપલેટા તાલુકાના દર્દીઓ વધુ સારવાર અર્થે રાજકોટ જામનગર તેમજ જૂનાગઢ ખાતે રીફર થતા હોય તેઓની હેરાફેરી માટે કોઈ યોગ્ય વાહન કે સવલતો ઉપલબ્ધ ન હોવાથી લોકો મુશ્કેલી ઉઠાવી રહ્યા હતા આ એમ્બ્યુલન્સ સેવાથી લોકોને પૂરતા પ્રમાણમાં રાહત મળી રહેશે અને યોગ્ય સમયે જે.તે હોસ્પિટલ ખાતે દર્દીઓની સેવામાં ખડે પગે ઉપલબ્ધ રહેશે.

(11:46 am IST)