સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

કોરોના મહામારી વચ્ચે દર્દીઓની સારવાર માટે ભુજમાં હોસ્પિટલ શરૂ કરવા મુસ્લિમ અગ્રણી દ્વારા ૨૫ લાખનું દાન

આદમભાઈ ચાકીની પહેલ સાથે અત્યારે સ્કુલ મધ્યે હંગામી હોસ્પિટલ શરૂ કરવા તજવીજ : દાતાઓને આગળ આવી કાયમી હોસ્પિટલનું નિર્માણ કરવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : કચ્છમાં કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને મદદરૂપ બનવા મુસ્લિમ સંસ્થાઓ આગળ આવે એવા વિચાર સાથે સામાજિક અને રાજકીય અગ્રણી આદમભાઇ ચાકીએ ૨૫ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોઈને કચ્છમાં મુસ્લિમ સમાજ પણ એક કાયમીછે.

જોકે, અત્યારે ભુજની મુસ્લિમ હાઇસ્કુલ મધ્યે હંગામી ધોરણે કોરોનાના દર્દીઓની સારવાર માટે શિફા હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી છે. જે માટે બેડ, ઓકિસજન સિલિન્ડર અને વેન્ટિલેટરની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. આ હંગામી કોરોના હોસ્પિટલ સાર્વજનિક હશે. પરંતુ, અત્યારે શરૂ થયેલી આ પહેલ સાથે કાયમી ધોરણે ભુજમાં અદ્યતન શીફા હોસ્પિટલ કાર્યરત થાય તે માટે દાતાઓ અને સંસ્થાઓને આગળ આવવા આદમભાઈ ચાકીએ અપીલ કરી છે. કાયમી હોસ્પિટલમાં ન નફો અને ન નુકસાન ના ધોરણે દર્દીઓની સર્વજનિક સારવાર થાય તેમ જ ગરીબ દર્દીઓ માટે જકાતની વ્યવસ્થા ઉભી કરાય એવી ઈચ્છા આદમભાઇએ વ્યકત કરી છે.

(11:52 am IST)