સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

સરકારી નોકરી અપાવાના બહાને કરોડોની છેતરપીંડી :મૂળ ભાવનગરના અમરેલીના પ્રોફેસર સંજય દવેની ધરપકડ :પાંચ દિવસના રિમાન્ડ મંજુરc

ભાવનગર :સરકારી નોકરી અપાવવાના બહાને પાંચ કરોડથી વધુની ઉપરાંતની છેતરપીંડી કરનાર ભાવનગરનાં વતની અને અમરેલીની કોલેજના પ્રોફેસરની ભાવનગર પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ ભાવનગરના વતની અને અમરેલીની કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં સંજય ધીરજલાલ દવેએ સિહોર તાલુકાના અગીયાળી ગામમાં રહેતા કૌશિકભાઇ જોશી સહિત એક સો જેટલા બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાના બહાને ૫ કરોડ જેવી રકમ ઉઘરાવી લઇને છેતરપીંડી કરતાં કૌશિકભાઇ જોશીએ ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

  આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છેતરપીંડી કરનાર પ્રોફેસર સંજય દવેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેની સામેની થયેલી ફરિયાદની વધુ તપાસ માટે બી.ડીવીઝન પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ. જેમાં કોર્ટે તા.૧૫ મે સુધીનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા

(12:39 am IST)