સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

મોરબી-માળિયાના પીવાના પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત

મોરબી, તા.૧૧: મોરબી અને માળિયા વિસ્તારમાં અપૂરતા વરસાદને પગલે પીવાના પાણીની તંગીની સ્થિતિ જોવા મળી રહી છે અને નાગરિકો પાણીની તંગીથી પરેશાન બન્યા છે ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય દ્વારા પાણીના પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અમુક ગામોમાં ૧૦ દિવસે પણ પીવાનું પાણી મળતું નથી જેથી મોરબી માળિયા તાલુકા માટે હાલ પાણી પુરવઠા બોર્ડનું એક સબ ડીવીઝન છે તે ઉપરાંત વધારાનું નવું સબ ડીવીઝન તાકીદે મંજુર કરવું જરૂરી છે જેથી મોરબી અને માળિયાના પીવાના પાણીના પ્રશ્નો સમયસર ઉકેલી સકાય તે ઉપરાંત પાઈપલાઈન લીકેજ થાય છે જે બદલવા તથા પાણી પુરવઠાના ઓવરહેડ ટેંકને નવેસરથી બાંધવા તથા સંપનો સ્લેબ તૂટી ગયેલ છે તે નવેસરની બાંધવા સહિતની રજુઆતો કરવામાં આવી છે.

(11:41 am IST)