સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

કોટડાસાંગાણી તાલુકાના નર્મદાના પાણીના પ્રશ્ને પ્રાંત અધિકારી સાથે ભાજપ પ્રમુખની બેઠક યોજાઇ : પાણીની સમસ્યા ભૂતકાળ બનશે

કોટડાસાંગાણી તા. ૧૧ : કોટડાસાંગાણી તાલુકામા ઓછા વરસાદથી જળસ્તર નીચા જતા રહ્યા હોવાથી કુવાઓ અને બોરના તળીયા દેખાયા છે. અને પુરો તાલુકો ફકત નર્મદાના પાણી પરજ નીર્ભર થયો છે. ત્યારે લાંબા સમયથી કોટડાસાંગાણી તાલુકાને પુરતા પ્રમાણમા નર્મદા નીર નહી મળતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી અને ઉનાળામાં વાપરવાના પાણી તો દોહલ્યા પણ પીવાના પાણીના પણ સાંસા પડ્યા છે. તેથી લોકોની પાણી વીનાની પરીસ્થિતિ ગંભીર બની હતી ત્યારે કોટડાસાંગાણીના તાલુકાને નર્મદાના પાણી પુરતા પ્રમાણ મળે તેવા સતત પ્રયાસો સરપંચો અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સીંધવ દ્રારા કરાયા ત્યારે ગઈકાલે(શુક્રવારે) પાણી પુરવઠા વીભાગના અધિકારીઓને સાથે રાખીને રાજકોટ ૨(બે)ના ઈન્ચાર્જ પ્રાંત ડી.પી.ચોહાણ સાથે બેઠક યોજીઙ્ગ કોટડાસાંગાણી તાલુકાના નર્મદાના પાણી મળી રહે તે માટે તાલુકાના ગામોમા પાઈપ લાઈન બદલવી નવી પાઈપ લાઈન દોડાવવી સહીતનાઓ મુદ્દાને ધ્યાનમા રાખીને ચર્ચાઓ કરાઈ હતી જે મામલે પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના હકારાત્મક વલણથી કોટડાસાંગાણી સહીત તાલુકાના ગામોની પાણીની સમસ્યા દુર થાસે અને પાણીની સમસ્યા ભુતકાળ બની જશેનુ આ બેઠક બાદ સરપંચો અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવે જણાવ્યું હતુ.

(11:37 am IST)