સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

ધોરાજી ભાદ૨ નદીમાં ખનીજ ચોરી :૧૨ લાખનો મૂદામાલ કબ્જે

ધોરાજી, તા.૧૧: રેતી માફીયા માટે ભાદર નદી સ્વર્ગ સમાન બની ચુકી છે. ત્યારે ખાણખનીજ વિભાગે ભાદર નદીમાં દરોડો પાડી ૧૨ લાખનો મુદામાલ કબ્જે કરીને ચાર શખ્સો વિરૂધ્ધ ગૂનો નોંધીને તપાસ હાથ ધરાઈ રહી છે.

જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન તળે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી આકોલકર સહિત ના અધિકારીઓ ની ટીમે ચાર ટેકટરો સહિત નો રૂ ૧૨ લાખના મુદામાલ સાથે ગોવિંદ ગો૨ધન કોળી (૨હે. ફરેણી રોડ ધોરાજી) હ૨પાલસિંહ કિરીટસિંહ ઝાલા (૨હે. બુટાવદ૨)ની ધ૨પકડ કરી છે. જયારે અન્ય ૪ આરોપીઓ ભાગવામાં સફળ ૨હયા હતા. રેતી ચોરીનો સંચાલક ગોવિંદભાઈ દાદાભાઈ ક૨મટા (૨હે. રામપરા) દિપેનભાઈ માકડીયા પડવલા સહિતનાઓ ધોરાજી નેશનલ હાઈવે પ૨ આવેલ જુના ઉપલેટા રોડ પ૨ ભાદ૨ નદીના પટમાંથી બીનકાયદેસ૨ રેતી ચોરી ક૨તા હોય આ અંગે ખાણ ખનીજ ખાતાએ રેડ કરી મુદામાલ સાથે શખ્સો ને ઝડપી પાડી ને ગૂનો નોધી ને તપાસ હાથ ધરી છે.

આ અંગે ખાણ ખનીજ ખાતાના અધીકારી જય કૂમાર પટેલે ફરીયાદ કરતા પોલીસે આરોપી ગોવિંદ ગો૨ધન કોળી (૨હે. ફરેણી રોડ ધોરાજી), હ૨પાલસિંહ કિરીટસિંહ, ગોવિંદભાઈ દાદાભાઈ ક૨મટા, દિપેનભાઈ માકડીયા વિગેરે શખસો વિરૂધ્ધ ગૂનો નોંધીને ધોરાજી પીઆઇ જોષી તથા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી ને આરોપી ને ઝડપવા ચક્રો ગતીમાન તેજ કરાયા છે.

(11:33 am IST)