સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

ઉપલેટા દૂધ મંડળી દ્વારા ૧૨% ડીવીડન્ડ અને ૩.૫૦% બોનસ

ઉપલેટા તા ૧૧ : ઉપલેટા દૂધ  સહકારી મંડળીની ૧૫ મી વાર્ષિક સાધારણ સભા ને રાજકોટ ડેરીના જનરલ મેનેજર વિનોદભાઇ વ્યાસે ખુલ્લી મુકી હતી, ત્યારે મંડળીના સભાસદ પશુપાલક ભાઇ-બહેનો હાજર રહયા હતા. આ તકે મંડળીના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ ૨૦૧૮/૧૯ ના મંડળીએ ૧૧ કરોડ ૨૦ લાખ૮૬ હજારનું ટર્નઓવર કરીને મંડળીને ૬૯.૫૦ હજારનો શરાફી ચોખ્ખો નફો જાહેર કરતા જણાવેલ કે મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને રૂા ૩૩.૭૦ હજારનું માતબર બોનસ આપવાની જાહેરાત કરેલ. સભાસદોને ૧૨%ડીવીડન્ડ આપવાની ઘોષણા કરી હતી, તે ઉપરાંત પશુઓની માવજત માટે રૂા ૪ લાખ ૩૭ હજાર ફાળવવાની જાહેરાત કરી છે. મંડળીનું નવુ દુધ ઘર બાંધવા માટે રૂા ૨૫ લાખનું ખર્ચ કરવાની જાહેરાત કરી છે, તેમજ દશ હજાર લીટર દૂધ એકત્રીત કરવાનો લક્ષ્યાંક જાહેર કરેલ હતો.રાજકોટ જીલ્લા દુધ સંઘ ગુજરાત મિલ્ક ફેડરેશન તેમજ રાજયના સહકાર વિભાગના સહયોગથી મંડળીએ ખુબ પ્રગતી કરી છે.

આ કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા, બટુકભાઇ ગજેરા, નારણભાઇ ચંદ્રવાડીયા, લખમણભાઇ પાનેરા,  કે.ડી. સીણોજીયા, ટપુભાઇ કાનગડ, દુધ સંઘ રાજકોટ ડેપ્યુટી મેનેજર પ્રણવ દેશાઇ, તેમજ ખેડુતો અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની આભાર વિધી મંડળીના મંત્રી દિનેશભાઇ કંટારીયાએ કરી હતી.

(11:23 am IST)