સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

જસદણમાં દરરોજ લાખો લીટરની પાણી ચોરીઃ ૧૦ દિવસે વિતરણથી રોષ

જસદણ, તા. ૧૧ :. સૂચના બાદ પણ જસદણમાં બેફામ ભુતિયા નળ જોડાણોમાં લાખો લીટરની પાણી ચોરી થાય છે અને પ્રજાને આઠ દસ દિવસે પાણી મળે છે છતા નગરપાલિકાના અમુક અધિકારીઓ સભ્યો પ્રજાને પાંચ દિવસે પાણી મળે છે.

ભાજપના યુવા આગેવાન નિતીનભાઈ ચોહલીયાએ કહ્યું કે શહેરમાં ટેન્કર યુગ છે અને પ્રજાને આઠ દિવસે પાણી મળે છે આ સત્ય હકીકત છે. શહેરનો મુખ્ય પાણીનો સ્ત્રોત આલણસાગર તળાવ તળીયા ઝાટક છે. મહી નર્મદા યોજના આધારીત હવે જસદણ છે. આનુ સંચાલન પાણી પુરવઠા બોર્ડ કરે છે.

છેલ્લા ૨૦ વર્ષમાં એક પણ પાણી ચોરીથી ફરીયાદ બન્ને સંસ્થાઓના કોઈપણ અધિકારીએ કરી ન હોવાથી જસદણ - વિંછીયા પંથકમા પાણી ચોરીનું મોકળુ મેદાન છે ત્યારે બન્ને કચેરીના અધિકારીઓ મંત્રીશ્રીની સૂચનાનું પાલન કરશે કે નહીં ? તે પ્રશ્ન છે.

(11:22 am IST)