સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

ઉપલેટાથી ડુમિયાણી વચ્ચે રેલ્વે બ્રીઝ ઉપરનો રોડ તથા નેશનલ હાઈવેની બન્ને સાઈડના બાયપાસ રોડ સાવ બિસ્માર

ઉપલેટા,તા.૧૧: અહિંના ડુમિયાણી તરફ જતા રેલ્વે બ્રીઝ ઉપરનો રોડ તથા નેશનલ હાઈવેની બન્ને સાઈડના આવવા જવાનો બાયપાસ રોડ ખુબજ ખાડા ખબડાવાળો અને બિસ્માર થઈ ગયેલ છે. તેમાંયે રેલ્વે બ્રીઝ ઉપરતો સ્લેબની ખીલાસરી દેખાવા માંડી છે. જેને કારણે વાહનોમાં મોટા પાયે વેરેન્ટજ આવતુ હોવાથી વાહન ચાલકો આર્થિક નુકશાનીનો સામનો કરી રહ્યા છેે. તેમજ આ રોડ ઉપર અવાર- નવાર નાના મોટા અકસ્માતો પણ બને છે. ત્યારે ચોમાસા પહેલા રોડ રીપેર કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તે છે.

(11:22 am IST)