સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

ટંકારામાં દીપડાએ એકસાથે 47 ઘેટાંનો શિકાર કરતા ફફડાટ :અનેક ઘેટાંઓને ઇજા

વાડામાં ધુસીને દીપડાએ 47 જેટલા ઘેટાઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા :વનવિભાગ દોડ્યું

મોરબીના ટંકારામાં દીપડાએ એક સાથે 47 જેટલા ઘેટાં ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે વનવિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ડોક્ટરોની પણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના ટંકારામાં ગુરુવારે મોડી રાત્રે ઘેટાના વાડામાં એક દીપડો ઘૂસી આવ્યો હતો. અને 47 જેટલા ઘેટાંનો શિકાર કર્યો હતો.સાથે અનેક ઘેટાઓને ઇજાઓ પણ પહોંચાડી હતી.

 આ ઘટનાની જાણ વાડીના માલિકને થતાં જે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સાથે સાથે પશુઓના ડોક્ટરને પણ જાણ ખતા વન વિભાગની ટીમ અને ડોક્ટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

  ઇજાગ્રસ્ત ઘેટાઓની તાત્કાલિક સારવાર ચાલું કરી હતી. જ્યારે ટંકારા ફોરેસ્ટ ઓફિસર અને રાજકોટ રેન્જના અધિકારીઓએ તપાસ શરુ કરી હતી. અને અધિકારીઓએ દીપડો હોવાની પુષ્ટી કરી હતી. આ ઉપરાંત દીપડાને પકડવા માટે માટે પિંજરૂ અને મારણ રાખવામાં આવશે. દીપડાના હુમલાના પગલે ટંકારા શહેરમાં ગભરાટ ફેલાયો છે. અને ખેડૂતો પણ ખેતરમાં જતા ભય અનુભવે છે.

(12:29 am IST)