સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th May 2018

મોરબી બગથળા ગામના આરોગ્ય કેન્દ્રમાં કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધાઓ કરાઇ

ખરા અર્થમાં કર્મયોગી બનતા નિલેશભાઇ સરસાવાડીયા

મોરબી, તા.૧૧: ખરેખર કર્મચારી જો કર્મચારી હોય તો શું કરી શકે? તેનું ઉદાહરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળામાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી નિલેષકુમાર સરસાવાડિયાએ આરોગ્ય કેન્દ્ર ને એટલું બધું સુવ્યવસ્થિત તથા સ્વચ્છ છે કે અચ્છે અચ્છાઓનાં મોં માંથી આ તો ખાનગી હોસ્પિટલ કરતા પણ સારું છે ના ઉદગારો નીકળી જાય છે.

મન હોય તો માળવે જવાય ની કહેવત યથાર્થ ઠેરવતા નિલેષકુમાર સરસાવાડિયા ની મહેનત ના કારણે બગથળા ગામનું પ્રા.આ.કેન્દ્ર જોઈને શહેરીજનો પણ ચોંકી જાય તેવું ટનાટન છે તથા જોવાલાયક સ્થળ છે તેવું સાબિત કરી બતાવેલ છે. આરોગ્ય કેન્દ્ર ની સુવિધાઓ જોઈએ તો કોર્પોરેટ હોસ્પિટલ માં હોય તેવી દીવાલો ના કલર, સનકંટ્રોલ, ગ્લાસવાળી બારીઓ, છત સુધીની વોલટાઈલ્સ,અત્યાધુનિક દવા બારી,દવા સ્ટોર રૂમ,લેબોરેટરી, ડીલેવરી રૂમ, મેડિકલ ઓફિસર રૂમ, મિટિંગ રૂમ, કેશ કાઉંન્ટર, પેન્ટ્રી, પોસ્ટ નેટલ રૂમ, ઇન્ડોર રૂમ ની આધુનિક કોલ્ડ ચૈન પોઇન્ટ આવેલ છે.

ખરાબા ની વિશાળ જમીન માં બાવળો કાઢી માટી નાખી સુંદર માધવબાગ નું સર્જન કરી દર્દીઓ માટે નયનરમ્ય તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવામાં આવેલ છે. આખા કેન્દ્ર માં ૨૦૦ વૃક્ષને ઉછેરવામાં આવેલ છે. અને માટે આધુનિક ટપક પદ્ઘતિ નો ઉપયોગ કરવામાં આવેલ છે.તમામ વૃક્ષોને નામકરણ કરી નંબર પણ આપવામાં આવેલ છે. કેન્દ્ર ના આખા કેમ્પસ ને પેવર બ્લોક થી કવર કરવામાં આવેલ છે. તથા કેન્દ્ર માં દર્દીઓ માટે વિશાળ સ્કિન વાળું LED TV તથા CCTV કેમેરાથી સજ્જ છે.

જિલ્લા સ્તરે તથા રાજય સ્તરે આપણા બેસ્ટ બ્યુટીફીકેશન કેન્દ્ર, NQS ,કાયાકલ્પ એવોર્ડ છેલ્લા પાંચ વર્ષ થી મેળવી મોરબી જિલ્લા નું ગૌરવ વધારેલ છે.નિલેશભાઈ પણ જિલ્લામાં બેસ્ટ ફાર્માસીસ્ટ ના એવોર્ડ મેળવી ચુકયા છે.

આ કેન્દ્ર ને બેસ્ટ આરોગ્ય કેન્દ્ર બનાવવા પાછળ ફાર્માસિષ્ટ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સરસાવાડિયા એ હૃદયપૂર્વક ભાવના સાથે કમર કસી છે. તથા ભારત સરકાર દ્વારા નોંધ લેવાઈ તેવો તેમનો ગોલ છે આરોગ્ય કેન્દ્ર ના વિકાસ માં નિલેશ સરસાવાડિયા નો ફાળો ખરેખર અનન્ય છે. બીજી સરકારી સંસ્થાના કર્મચારીઓ મારાપણા ની ભાવના થી સંસ્થા ના વિકાસ કાર્ય માં લાગી જાય તો દરેક સરકારી સંસ્થા ઓ આવી નયનરમ્ય તથા સુવ્યવસ્થિત બની જાય. માટે દરેક કર્મચારી એ આ કર્મચારી માંથી પ્રેરણા લેવી પડે.

(1:21 pm IST)