સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th May 2018

જોડીયાની ઉંડ નદી વિસ્તારમાં બંધારા યોજનાનો અમલ કરાવવા માંગણી

જોડીયા તા ૧૧ :  રાજયમાં જળ સંકટ છે ત્યારે ચેક ડેેમ, તળાવો અને નદી તથા ખેત તલાવડી વગેરે સ્થળોને ઉંડા ઉતારી ને જળ સંચય અભિયાન ને વેગ આપે છે. પરંતુ ચોમાસા દરમ્યાન વરસાદનું પાણી દરીયામાં વહી જતુ હોય તેને અટકાવવા માટે સરકારશ્રી બંધારા યોજના અમલમાં છે. ઉપરોકત વિસ્તારમાં ખેડુતોની ખેત જમીન મોટા પ્રમાણ માં છે અને ફળદ્રુપ જમીન ને પ્રભાવિત કરે છે ક્ષાર અંકુશ વિભાગ મુજબ જોડીયાથી ૨૦ કિલોમીટર માં આવેલ ભુંગર્ભ જમીનમાં દિવસે દિવસે ખારાશ નું પ્રમાણ વધી રહ્યું છે. ડંકી અને કુવા ના પાણી ખારા થઇ ગયા છે. પીવા અને ખેત સિંચાઇ માટે બીન ઉપયોગી, વર્ષોથી જોડીયાના ખેેડુત વર્ગો દ્વારા ડોબર જંગી અને રમસાન પાસે બંધારા યોજનાની માંગણી કરતા આવ્યા છે, પરંતુ સરકાર ખેડુતોની વાત સાંભળતી નથી કરોડોના ખર્ચેે સરકાર કિસાન કલ્યાણ મહોત્સવ ઉજવી રહી છે બંધારા યોજના માટે નાંણા નથી.

કેશુભાઇ પટેલની સરકારમાં ખેડુતો અને પ્રજાને વોટર રોડ યોજના ના લાભ મળેલ પરંતુ સતર વર્ષ પછી રાજયમાં વોટર રોડ યોજના હેઠળ જીલ્લા તાલુકામાં આજે એક પણ ચેકડેમ હયાત નથી. લોકતંત્રમાં લોકભાગીદારી નો પ્રશ્ન ગંભીર બનતો જાય છેે. તાલુકાના હડીયાણા અને બાલંભામાં બંધારા યોજના ના લાભ પ્રજાને મળી રહ્યો છે. જયારે જોડિયા માટે બંધારા યોજનાનો લાભ કયારે મળશે? તેવો પ્રશ્ન ગ્રમજનો પુછી રહ્યા છે.

(1:11 pm IST)