સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th May 2018

ભાવનગરમાં 'વાંઢા વિલાસ'નું પ્રમોશન, કોમેડી ગુજરાતી ફિલ્મ ૧૮મીએ રિલીઝ

ઇશા કંસારા,રાહુલ રાવલ,પ્રાપ્તિ અજવાળિયા, વૈશાખ રતનબેન,સ્વાતી દવે, હરેશ ડાધીયા સહિતના કલાકારો જોવા મળશે સિનેમાના પરદે

પ્રમોશનમાં ઉપસ્થિત કલાકારો દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા.૧૧: 'છેલ્લો દિવસ' અને 'કરસનદાસ પે એન્ડ યુઝ'ના નિર્માતા બેલવેડર ફિલ્મ્સના નિર્માતાઓની ત્રીજી ફિલ્મ 'વાંઢા વિલાસ'તા.૧૮મેં રજૂ થવા જઇ રહી છે ત્યારે બાવનગર ખાતે ધ એન્ટરટેઇનમેન્ટ પાર્ક મલ્ટીપ્લેક્ષ ખાતે પ્રમોશન કરાયુ હતુ.

'વાંઢા વિલાસ'ની કથા એક શ્રાપિત કુટુંબની છે. જેને કુટુંબના જ કોઇ પૂર્વજે શ્રાપ આપ્યો છે કે, જાવ આ કુટુંબના દરેલ્કના બે-બે વાર લગ્ન થશે. શ્રાપને કારણે એક સમય એવો આવે છે કે, એક જ ઘરમાં પિતા-પુત્ર અને પૌત્ર ત્રણેય વાંઢા જોવા મળે છે અને એમાંયે સ્ભત્રી પાત્રનો પ્રવેશ થાય ત્યારે પાત્રને મેળવવા કોણ સફળ થાય છે?

અત્રે નોંધનીય 'વાંઢા વિલાસ'ના નિર્માતા આયુષ મહેતા અને વૈશલ શાહ છે. એવીજરીતે પટકથા સંવાદ કૃષ્ણદેવ યાજ્ઞિકના છે. ઇશા કંસારા, રાહુલ રાવલ, પ્રાપ્તિ અજવાળિયા, વૈશાખ રતનબેન, સ્વાતી દવે અને હરેશ ડાઘીયા જેવરા કલાકારોને ડિરેકશન ચિન્મય પરમારનું મળ્યું છે. એક ગીતને બોલીવુડના ગાયક નકાશ અઝીઝનો સ્વર મળ્યો છે સાથે સાથે સંગીત ભાર્ગવ કેદારનું છે તો કોરિયોગ્રાફી કૃણાલ સોની અને છબીકલા સાઉથના જાણીતા કેમેરામેન બીભુદાસસની છે.

(1:09 pm IST)