ગોહીલવાડમાં મામાના ઘરે વેકશન કરવા આવેલ સગીરા ઉપર દુષ્કર્મ
ચાલ ફરવા લઇ જાવ તેમ કહી બાઇક ઉપર બેસાડી ગયોઃ કૌટુંમ્બિક યુવાન સામે રાવ
ભાવનગર તા. ૧૧ :.. મામાનાં ઘેર વેકેશન ગાળવા ગયેલી સગીરાને એક શખ્સે ફરવા જવાનું કહી બાઇક ઉપર બેસાડી સીમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાનો બનાવ ભાવનગર જીલ્લાનાં માયધાર ગામે બનવા પામ્યો છે.
વિગતો મુજબ મહુવા તાલુકાનાં માતલપર ગામે રહેતાં ગોવિંદ જગુભાઇ ભાલીયા નામનાં શખ્સે આ ગામમાં વેકેશન કરવા મામાના ઘેર આવેલી એક સગીરાને ચાલ ફરવા લઇ જવ તેમ કહી પોતાનાં બાઇક ઉપર બેસાડી બાજૂમાં આવેલા માયધાર ગામની સીમમાં લઇ ગયો હતો અને ધાક-ધમકી આપી બળજળી પૂર્વક દુષ્કર્મ આચરી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. દુષ્કર્મ આચરનાર શખ્સ સગીરાનાં મામાનો કૌટુંબિક ભત્રીજો થતો હોય તેની વાતમાં વિશ્વાસ રાખી બાઇક ઉપર ગઇ હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.