સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ૭ દિવસ બપોર બાદ ધંધા-રોજગાર બંધ રાખવા કર્યો નિર્ણય: કોરોના સંક્રમણ અટકાવા માટે વેપારીઓએ સ્વચ્છાએ નિર્ણય કર્યો

જામનગર : ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સના અલગ-અલગ વેપારી એસોસિયેશન દ્વારા મીટીંગ યોજાઈ અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે હાલ કોરોનાની મહામારી ગંભીર સ્થિતિને ડામવા ધ્રોલ ના તમામ વેપારીઓ તારીખ ૧૨/૪/૨૦૨૧ ને સોમવાર થી ૧૮/૪/૨૦૨૧ ને રવિવાર સુધી બપોરે એક વાગ્યા પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનું રહેશે એટલે કે આ સમય દરમિયાન સવારથી બપોર સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવાના રહેશે તેમજ જાહેર જનતાને પણ અનુરોધ કરવામાં આવે છે કે બપોર બાદ જરૂરિયાત ના હોય તો બહાર ન નીકળવું દરેક વેપારીઓએ માસ્ક અવશ્ય પહેરી રાખો ગ્રાહકોને પણ માસ્ક પહેર નો આગ્રહ કરો અને સોશિયલ ડિસ્કશન જાળવી કોરોના ને હરાવી એ

(10:21 pm IST)