સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

પરિમલભાઈ ઠક્કરની રજૂઆતના પગલે કલેકટરનો નિર્ણય : સિવિલ હોસ્પિટલમાંથી રેમડેસીવીર ઇન્જેક્સન ખાનગી હોસ્પિટલને આપવામાં આવશે

કોરોનાની સારવાર માટે એવા રેમડેસીવીર ઇન્જેકસનની મોરબી માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા પરિમલભાઈ ઠક્કર

મોરબી : મોરબીમાં તંત્ર ના આયોજનના અભાવે કોરોના ખુબજ  વકર્યો છે ત્યારે કોઇ પણ હોસ્પિટલમાં જગ્યા નથી કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્સન મોરબીમાં ક્યાંય મળતાં નથી. આ માટે પરિમલભાઈ ઠક્કર દ્વારા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક લોકો ને સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્સન મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું

સિવિલ હોસ્પિટલમાં આવતા ઇન્જેક્સન માંથી અમુક જથ્થો રિઝર્વ રાખી બાકીના ઇન્જેક્સન ખાનગી કોવીડ હોસ્પિટલ ને આપવા જણાવ્યું હતું . આ પગલે કલેકટર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્સન ખાનગી હોસ્પિટલને આપવામાં આવશે
સુરત નું કલેકટર તંત્ર જો બે દિવસ માં બે હજાર ઇન્જેક્સનની વ્યવસ્થા કરી શકતું હોય તો મોરબી નું કલેકટર તંત્ર કેમ વામણું સાબિત થાય છે. કલેકટર ની અણ આવડત ને લીધે લોકો હેરાન થઈ રહ્યા છે.મોરબી ના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા તેમજ કલેક્ટર સાથે રૂબરૂ મિટિંગ કરીને મોરબીમાં જ તાત્કાલિક યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા પરિમલભાઈ ઠક્કરે જણાવ્યું હતું

(9:46 pm IST)